View Hymn (Bhajan)
Hymn No. 4690 | Date: 21-Mar-20182018-03-212018-03-21વહાલના સાગર તમે, પ્રેમનો દરિયો તમેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vahalana-sagara-tame-premano-dariyo-tameવહાલના સાગર તમે, પ્રેમનો દરિયો તમે
કૃપાના ધોધ તમે, ધ્યાન દાતા તમે
ધન્ય ધન્ય થયા અમે કે મળ્યા તમે
કરુણતા તમારી કે સાંનિધ્ય તમારું, પામ્યા અમે
પ્રેમે પ્રેમે પ્રેમનાં સિંચન કર્યાં તમે
નિખાર્યા ખિલાવ્યા મહેકાવ્યા રે અમને
ગોદમાં ખેલાવ્યા તમે, હૃદયથી લગાવ્યા તમે
રહ્યું તો બાકી શું, જતનનાં દ્વાર ખોલ્યાં તમે
તમારા ને તમારામાં એક કર્યા અમને
વહાલના સાગર તમે, પ્રેમનો દરિયો તમે