View Hymn (Bhajan)
Hymn No. 264 | Date: 02-Aug-19931993-08-021993-08-02સરતાં આંસુ આંખેથી તો સરી જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=saratam-ansu-ankhethi-to-sari-jayaસરતાં આંસુ આંખેથી તો સરી જાય,
અંતરનાં એ મોતી તો વિખરાઈ જાય,
હોય પાંપણ બંધ કે ખુલ્લી, સરતાં આંસુ તો સરી જાય
હૈયાના હીરાઓ આવતાં આંખમાં તૂટી જાય
પ્રેમની પહેચાન એ તો કરાવતાં જાય,
યાદની ડોરને મજબૂત કરતા જાય,
તો ક્યારેક ફરિયાદ કરાવતાં જાય,
ક્યારેક સુખમાં તો ક્યારેક દુઃખમાં
સરી એ તો જાય, રોકે કોઈ ના એ તો રોકાય
આંસુ તો આંખેથી સરી જાય
સરતાં આંસુ આંખેથી તો સરી જાય