View Hymn (Bhajan)
Hymn No. 263 | Date: 01-Aug-19931993-08-011993-08-01સર સર કરતી રેતી તો સરતી જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sara-sara-karati-reti-to-sarati-jayaસર સર કરતી રેતી તો સરતી જાય,
સરતી સરતી જુદી એ તો થાતી જાય,
સર સર રેતી સરતી જાય, જીવનમાં તને એ તો કહેતી જાય.
અફાટ એવા રણમાંથી તો રેતી સરતી જાય,
તો ક્યારેક હવામાં એ ઉડતી જાય,
ના મૂઠ્ઠીમાં તો એને પકડાય, સર સર રેતી સરતી જાય.
જીવનમાં તો જેમ શ્વાસો સરકતા જાય,
સરકતા શ્વાસને પકડી તો ના શકાય,
સર સર કરતો સમય પણ સરકી જાય.
ના બાંધી એને તો શકાય, સર સર રેતી સરતી જાય,
જીવન આખું તો સરકી જાય, જાણ એની તો ના થાય,
બંધન એના પર તો ના બંધાય, સર સર …
વિચારો ને વિચારોમાં કાર્ય અધૂરા રહી જાય,
સર સર કરતું જીવન તો આંખુ સરકી જાય.
વહેતા પ્રવાહને હાથેથી ના રોકાય,
જીવનને પણ તો ના રોકાય, જીવન સરતું જાય.
સર સર કરતી રેતી તો સરતી જાય