View Hymn (Bhajan)
Hymn No. 294 | Date: 10-Aug-19931993-08-101993-08-10સૌના દિલની જાણે તું તો વ્યથા, ઓ મારા પ્રભુ, ઓ મારા વાલાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sauna-dilani-jane-tum-to-vyatha-o-mara-prabhu-o-mara-valaસૌના દિલની જાણે તું તો વ્યથા, ઓ મારા પ્રભુ, ઓ મારા વાલા
તો તું શું ના જાણે મારા દિલની કથા, ઓ મારા …..
રાખે છે તું તો સૌની ખબર, ઓ મારા પ્રભુ,
તો તું શું છે મારાથી બેખબર, ઓ મારા …..
ચાહે છે જગમાં તું તો સહુને પ્રભુ,
તો તું શું ના મુજને ચાહે, ઓ મારા …..
નિરખે છે જગમાં તું તો સૌને, નજરમાં છું હું તો તારી,
તો તું શું ના જાણે મારા દિલની કથા, ઓ મારા …
વસાવી દિલમાં પ્રભુ તે તો મને,
તોય શું તું ના જાણે મારી વ્યથા,
અરે જાણી દિલની મારી કથા,
કરી દે દૂર મારી રે વ્યથા પ્રભુ
સૌના દિલની જાણે તું તો વ્યથા, ઓ મારા પ્રભુ, ઓ મારા વાલા