View Hymn (Bhajan)
Hymn No. 295 | Date: 10-Aug-19931993-08-101993-08-10જેમ જેમ આવવા ચાહું તારી પાસSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jema-jema-avava-chahum-tari-pasaજેમ જેમ આવવા ચાહું તારી પાસ,
તેમ તેમ તું તો લાગે દૂર ને દૂર, લાગે દૂર ને દૂર
ના કર મને તું, કર ના તું મને એટલી મજબૂર,
રહી નહીં શકું તારાથી તો હું દૂર પ્રભુ, તારાથી તો દૂર
પ્રીત જગાવી હૈયામાં રે મારા, તું ક્યાં છુપાણો
પ્રેમના તાર જોડીને હૈયામાં તું ક્યાં છુપાણો
ઓ મારા પ્રભુ, મારા વાલા, ન કર તું મને એટલી મજબૂર
ખેલખેલવાના તું તો હવે છોડ,
સ્વીકારી મેં તો મારી હાર પ્રભુ, હવે તો ના કર મને મજબૂર
આવીજા પાસે મારી કે મને બોલાવી લે તારી પાસ
હવે નથી રહેવાતું તારા વિણ, મને જોઈએ તારો સાથ
પ્રભુ હટાવી દે મારા અંતરમાંથી તું અંતર,
મને કરી લે સ્વીકાર સેવક તરીકે તો
જેમ જેમ આવવા ચાહું તારી પાસ