View Hymn (Bhajan)
Hymn No. 287 | Date: 07-Aug-19931993-08-071993-08-07સુખ તો આખર સુખ છે, દુઃખ તો આખર દુઃખSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sukha-to-akhara-sukha-chhe-duhkha-to-akhara-duhkhaસુખ તો આખર સુખ છે, દુઃખ તો આખર દુઃખ
હશે ભલે કેટલું પણ, નહીં લાગે કોઈને વિશેષ
ખૂટતું ને ખૂટતું હશે કાંઈ પણ જીવનમાં એના,
હશે ભલે એ કોઈ મોટો અમીર, દુઃખ તો છે દુઃખ આખર,
પોતાનું દુઃખ નહીં લાગે કોઈને નાનું,
નહીં રાખી શકે એ તો દુનિયાથી છાનું
હશે નાનો કે મોટો, દુઃખ તો આખર દુઃખ છે
સૌ કોઈને દુઃખ છે એ તો છે જીવનનું બહાનું
હશે ભલે કોઈને સાથ સુખ, પણ તોય સુખી એ તો નહીં હોય,
એક દુઃખ એનું તો ભુલાવી જાશે સઘળા સુખ
સુખ તો આખર સુખ છે, દુઃખ તો આખર દુઃખ