View Hymn (Bhajan)
Hymn No. 286 | Date: 07-Aug-19931993-08-071993-08-07ભોગ ભોગવવાનો લાગ્યો જેને રોગSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhoga-bhogavavano-lagyo-jene-rogaભોગ ભોગવવાનો લાગ્યો જેને રોગ,
જીવનમાં નહીં મળે એને મુક્તિ કે મોક્ષ
ભલે લીધો હશે એણે તો જોગ,
હશે એ મોટો જોગી કે યોગી,
પણ જીવનમાં નહીં મળે એને મુક્તિ કે મોક્ષ,
હોય ભલે એ પંડિત કે કાજી,
પ્રભુ નહીં થાય એના પર રાજી …..
જાશે ભલે મથુરા કે કાશી,
પ્રભુ નહીં બને એનો સહવાસી …..
મટશે ભોગની ઇચ્છાઓ સઘળી,
વગર કહે પ્રભુ પાસ રહેશે હરઘડી
ભોગ ભોગવવાનો લાગ્યો જેને રોગ