View Hymn (Bhajan)
Hymn No. 1174 | Date: 29-Jan-19951995-01-291995-01-29તંબૂરાના તાર બોલે એને તું બોલવા રે દેજેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tamburana-tara-bole-ene-tum-bolava-re-dejeતંબૂરાના તાર બોલે એને તું બોલવા રે દેજે
તારા મનના તંબૂરામાં, નામ પ્રભુનું તું સદા છેડતો રહેજે
મીઠો રણકાર એનો, જીવનભર તું સાંભળતો રહેજે
ના છેડજે અન્ય તારો તું, તારા મનના તંબૂરામાં રે
ઘોંઘાટનો વધારો થાશે, જીવન ત્રાસ જેવું બનાવી દેશે
ઉપાધિ ને ચિંતા ના તાર ના તું છેડજે રે
જીવનના બધા સંગીત એમા સુકાઈ જાશે રે
છેડતા પ્રભુના નામનો તાર, જીવન તારું મહેંકી જાશે રે
સુખશાંતિભર્યા સંગીતમાં, જીવન તારું સાર્થક બની જાશે રે
છોડીશ જ્યાં પ્રભુના નામનો તાર, અન્ય તારો આપોઆપ બંધ થઈ જાશે રે
તંબૂરાના તાર બોલે એને તું બોલવા રે દેજે