View Hymn (Bhajan)
Hymn No. 333 | Date: 03-Sep-19931993-09-031993-09-03થવું હોય સુખી તને તારા રે જીવનમાં, રહેવું હોય સદા સુખીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thavum-hoya-sukhi-tane-tara-re-jivanamam-rahevum-hoya-sada-sukhiથવું હોય સુખી તને તારા રે જીવનમાં, રહેવું હોય સદા સુખી,
વિતાવવી હોય હરપળ તને આનંદમાં ને આનંદમાં,
જીવનમાં તો તું પ્રેમથી બધું અપનાવતો ને અપનાવતો જા,
મળે જે કાંઈ જીવનમાં સમજી એને પ્રભુનો પ્રસાદ, તું આરોગતો ને આરોગતો જા
રાખી તારા રામ પર ભરોસો, તું આગળ ને આગળ વધતો ને વધતો જા
તારી આગળ એ તો છે, તારી પાછળ તારી સાથે ને સાથે છે,
લઈ નામ એનું તું, તારા કામ તમામ તું કરતો ને કરતો જા,
નવું નથી થયું કાંઈ, તારી સાથે થવાનું હતું જે એજ થયું છે, સમજી એમ સંજોગોને તું પચાવતો જા
કરી ખોટા અફસોસ જીવનમાં, ના ગુમાવ તું સમયની એક પણ ક્ષણ
લેવાનું છોડીને તું જીવનમાં, માંગવાનું છોડીને તું, સૌને પ્રેમ ને પ્યાર આપતો ને આપતો જા
થવું હોય સુખી તને તારા રે જીવનમાં, રહેવું હોય સદા સુખી