View Hymn (Bhajan)
Hymn No. 334 | Date: 03-Sep-19931993-09-031993-09-03સૂતેલા સિંહને તું ના જગાડ, બની જઈશ ક્યાંક તું એનો શિકારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sutela-sinhane-tum-na-jagada-bani-jaisha-kyanka-tum-eno-shikaraસૂતેલા સિંહને તું ના જગાડ, બની જઈશ ક્યાંક તું એનો શિકાર
મુસીબતોને જીવનમાં તારા હાથે ના તું ઊભી કર,
ના કર ઊભી, ના કર ઊભી, કર ના તું ઊભી, તારા હાથે મુસીબતોને જીવનમાં
જગાવી લાલચ હૈયે, તારા હાથે તું મુસીબતોને ઊભી ના કર
સરળ માર્ગમાં કરી મોહની દીવાલો ઊભી, તારો અવરોધ તું ને તું ના ઊભો કર,
સાપના રાફડામાં તારો હાથ તું ના નાખ, ના આપ તું તારા રે જીવનમાં મુસીબતોને નોતરા,
બોલાવી મુસીબતોને જીવનમાં તે તો, તારા ને તારા હાથે, ના એમાં કોઈનો દોષ નથી
આગમાં નાખી હાથ તું અનુભવવા ચાહે બરફની ઠંડક, એ તો ના અનુભવાય રે
બની ઉંદર બિલાડીને ગળે તું ઘંટ બાંધવા જાય રે
છોડી પ્રેમને રે તું જીવનમાં, વેર ને બનાવી સાથી, છૂટવા ચાહે તું મુસીબતોથી
નથી આવી વગર બોલાવે તો એ હવે, છોડી રડવાનું, એની સાથે રહી સામનો કરવાનું તું શીખ.
સૂતેલા સિંહને તું ના જગાડ, બની જઈશ ક્યાંક તું એનો શિકાર