View Hymn (Bhajan)
Hymn No. 1140 | Date: 15-Jan-19951995-01-151995-01-15તૂટતા તમન્નાનો મહેલ, હૈયું દુઃખથી ઘેરાઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tutata-tamannano-mahela-haiyum-duhkhathi-gherai-jaya-chheતૂટતા તમન્નાનો મહેલ, હૈયું દુઃખથી ઘેરાઈ જાય છે
આવતા વાસ્તવિક્તાની વાત, ત્યાંથી એ દૂર ભાગી જાય છે
એકવાર તૂટવાથી એ તો, ખૂબ ગભરાઈ જાય છે
નિરાશાની ગર્તામાં જવાને, તૈયાર એ થઈ જાય છે
આશાના મિનારા તૂટતા, છે સુખ શું એ ભૂલી જાય છે
ચાહે છે બાંધવા એ તો પણ, તૂટવાના ડરથી અટકી જાય છે
હિંમતના અભાવથી સમજાવવું, એને કઠીન બની જાય છે
ડૂબે છે એવું દુઃખના સાગરમાં, કે જીવનને ખારું કરી જાય છે
એક નાની ઠેસ લાગતા, સહનશક્તિ એની ખતમ થઈ જાય છે
આવા હૈયાને મળે સુખ તોયે, સ્વીકાર કરતા ખચકાય છે
તૂટતા તમન્નાનો મહેલ, હૈયું દુઃખથી ઘેરાઈ જાય છે