View Hymn (Bhajan)
Hymn No. 331 | Date: 02-Sep-19931993-09-021993-09-02ઊડતા એક પંખીને આશિયાનું મળી ગયું (2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=udata-eka-pankhine-ashiyanum-mali-gayumઊડતા એક પંખીને આશિયાનું મળી ગયું (2)
મળી ગયું ઠેકાણું ભટકતા એક મુસાફિરને,
તારા ચરણમાં જ્યાં મસ્તક મારું નમી ગયું, જીવન તો ત્યારે મારું મને ગમી ગયું,
તારા ચરણમાં જ્યાં મને દેખાણું પ્રભુ મારું ઠેકાણું, જીવન તો ત્યારે મારું મને ગમી ગયું
તને મળી ગયો સેવક પ્રભુ, મને સ્વામી તો મળી ગયો, જીવન તો ત્યારે મારું મને ગમી ગયું.
તારા દર પર જ્યાં મારું શીશ ઝૂકી ગયું, પ્રભુ ત્યાં તો મને તારા આશિષ મળી ગયા જીવનમાં તો ત્યાં આરામ...
ચાખ્યો સ્વાદ જ્યારે મેં તો તારા રે પ્રસાદનો, જીવનમાં તો ત્યારે મારા પ્રેમનો વરસાદ એક બિંદુ જેમ વરસી ગયો.
તને મળી ગયો લેવા વાળો, મને દેવા વાળો પ્રભુ મળી ગયો, જીવન તો ત્યારે મારું મને ગમી ગયું
વહેતી ગંગાને પ્રભુ સાગરનો સાથ મળી ગયો, મટી ગઈ હસ્તી જ્યાં મારી, જીવન તો ત્યારે ......
મળી ગયું શરણું મને તારું, જીવન તો ત્યાં મારું એક ઝરણું બની ગયું,
વહેતું ઝરણું જ્યાં પ્રભુ તારા સાગરમાં ભળી ગયું, જીવન તો ત્યારે મારું મને ગમી ગયું
ઊડતા એક પંખીને આશિયાનું મળી ગયું (2)