View Hymn (Bhajan)
Hymn No. 330 | Date: 02-Sep-19931993-09-021993-09-02વધી ગયો જ્યાં પાપનો બોજ ધરતી પર, ધરતી ત્યાં તો હલી જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vadhi-gayo-jyam-papano-boja-dharati-para-dharati-tyam-to-hali-jayaવધી ગયો જ્યાં પાપનો બોજ ધરતી પર, ધરતી ત્યાં તો હલી જાય
પુણ્યનો સહારો લઈને, પાછી સ્થિર એ તો થઈ જાય
પાપ વધી ગયું છે શું ધરતી પર એટલું પ્રભુ કે, ધરતી પણ હલી જાય
પુણ્યના પ્રભાવથી પાછો એ તો ભાર સહી જાય,
કર્મ તો સૌ કરતા જાય જગમાં, અવતરે જે જાણે કે અજાણે, ને ર્કાય તો સૌ કરતા જાય,
કોઈ કરે કાર્ય એવા રે જગમાં, કે ધરતીનું બોજ વધારતા ને વધારતા જાય
તો કોઈ કરે કાર્ય એવા રે જગમાં, કે ધરતીનો બોજ હળવો ને હળવો કરતા જાય
વધે જ્યારે પુણ્ય રે જગમાં, શાંતિ ત્યારે તો ફેલાય,વધતા પાપ અશાંતિ ફેલાય
કોઈ કરે પુણ્ય, કોઈ કરે પાપ, પુણ્યથી રે જગમાં પાપ તો પાછું હટતું જાય,
બસ જગ તો આમને આમ ચાલતું ને ચાલતું જાય.
વધી ગયો જ્યાં પાપનો બોજ ધરતી પર, ધરતી ત્યાં તો હલી જાય