View Hymn (Bhajan)
Hymn No. 2817 | Date: 06-Oct-19981998-10-061998-10-06વધારે પડતી ચિંતા જીવનમાં જો તું કરીશ, એની અસર તારી તબિયત પર આવશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vadhare-padati-chinta-jivanamam-jo-tum-karisha-eni-asara-tari-tabiyataવધારે પડતી ચિંતા જીવનમાં જો તું કરીશ, એની અસર તારી તબિયત પર આવશે
સતત દબાણભર્યું જીવન જો તું જીવીશ, અસર એની તારી તબિયત પર આવશે
ભલે કરે તું લાખ છુપાવવાની કોશિશ, પણ તારી એ કોશિશ નિષ્ફળ રહેશે
મુખથી ના બોલે તો કાંઈ નહીં, પણ તારી તબિયત તારી ચાડી ખાયા વિના નહીં રહે
ના રાખીશ જો તારી ઇચ્છાઓને કાબૂમાં, તો અસર એની તારી તબિયત પર આવશે
અસ્વસ્થ મનની અસર તો તન પરથી ખબર પડશે, મનનો ખ્યાલ આવશે
વધે જો તારા મનના ઉપાડા, ચાહે તું કોઈને ના કહે એ વાત એ તારી આંખો કહેશે
તારા તન પરથી તારી આંતરિક હાલતનો અંદાજો જરૂર મળી રહેશે
રાખીશ નહીં જીવનમાં તું આનંદમાં રહેવાનું, તો વ્યાધિ ના તને છોડશે
આવી વ્યાધિને ઉપાધિ ઘર કરશે દિલમાં એકવાર ના એ જલદી છોડશે
વધારે પડતી ચિંતા જીવનમાં જો તું કરીશ, એની અસર તારી તબિયત પર આવશે