View Hymn (Bhajan)
Hymn No. 2818 | Date: 06-Oct-19981998-10-061998-10-06પ્રભુ દિલની દિલાવરી મારી પળે પળે વધારજેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-dilani-dilavari-mari-pale-pale-vadharajeપ્રભુ દિલની દિલાવરી મારી પળે પળે વધારજે
ના અટવાઉં હું ક્યાંય, સંકુચિતતામાં ના અટવાવા દેજે
ડરીને નહીં હિંમતથી જીવવાનું, તું મને શીખવજે
ચાહું છું જિગર હું જીવનમાં ઉદારતાભર્યું, એવું જિગર મને આપજે
સંજોગોના બદલાતા પડછાયાની અસર મારા પર થવા ના દેજે
ચાહે વર્તવું હોય જેને જે રીતે એ રીતે વર્તે, અસર એની મારા પર થવા ના દેજે
ઘાયલ થાય દિલ મારું તારા પ્યારમાં, બાકી સંભાળ તું એની રાખજે
ના ચાહું હું બીજું કાંઈ આ ઘડી, કે દિલની વિશાળતા તું વધારજે
ના કરું વિચાર વધારે ખોટો હું, મને નિત્ય તારામાં રાખજે
કે તૂટે નાતો મારો સ્વાર્થ સાથેનો, મારા દિલની દિલાવરી વધારજે
પ્રભુ દિલની દિલાવરી મારી પળે પળે વધારજે