View Hymn (Bhajan)
Hymn No. 198 | Date: 02-Jun-19931993-06-021993-06-02વાલ ભર્યો એક કોમળ હાથ તારો રે ફરી જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vala-bharyo-eka-komala-hatha-taro-re-phari-jayaવાલ ભર્યો એક કોમળ હાથ તારો રે ફરી જાય,
જીવન તો એનું રે પ્રભુ કોમળ બની જાય,
કરૂણાભરી એક દૃષ્ટી તારી રે પડી જાય,
જીવન તો એનું રે પ્રભુ, કરૂણામય બની જાય,
અમૃતભરી તારી વાણીનું એક વેણ જો સંભળાઈ જાય,
જીવન તો એનું રે પ્રભુ અમૃત થઈ જાય,
તારા સોહામણા સ્વરૂપની ઝાંખી થઈ જાય,
જીવનમાં તો એના અંધકાર ઝાંખા પડી જાય,
તારા હાસ્યવિભોર મુખના દર્શન જેને થઈ જાય,
જીવન આંખુ એનું તો સફળ થઈ જાય
વાલ ભર્યો એક કોમળ હાથ તારો રે ફરી જાય