View Hymn (Bhajan)
Hymn No. 199 | Date: 05-Jun-19931993-06-051993-06-05પ્રેમભર્યું વાલા તારું મુખડું રે, હું તો નિરખું રે, હું તો નિરખું રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=premabharyum-vala-tarum-mukhadum-re-hum-to-nirakhum-re-hum-to-nirakhumપ્રેમભર્યું વાલા તારું મુખડું રે, હું તો નિરખું રે, હું તો નિરખું રે
એને જોઈ જોઈ મનમાં હું તો હરખું હું તો હરખું
તારી વાલ ભરી આંખ હું તો નિરખું રે, હું તો નિરખું રે
એને જોઈ જોઈ દિલમાં હું તો હરખું હું તો હરખું
તારું હાસ્યભર્યું મુખડું હું તો નિરખું રે,
જ્યાં નિરખું રે એને જોઈ જોઈ સુખદુઃખ મારા વિસરું રે મારા વિસરું રે
તારી મીઠી મીઠી વાણી હું તો સાંભળું રે, હું તો સાંભળું રે
એને સાંભળી રે, એને સાંભળી રે, મનમાં ને મનમાં હું તો મલકું હું તો મલકું
મનમોહન, વાલા તારી મૂર્તિ રે, તારી મૂર્તી રે
મારા હૈયામાં પ્રાણ એ તો પૂરતી, એ તો પૂરતી ……
પ્રેમભર્યું વાલા તારું મુખડું રે, હું તો નિરખું રે, હું તો નિરખું રે