View Hymn (Bhajan)
Hymn No. 4745 | Date: 09-Aug-20182018-08-092018-08-09યકીન કરતાં કેમ અચકાય છે, યકીન કરતાં કેમ અચકાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=yakina-karatam-kema-achakaya-chhe-yakina-karatam-kema-achakaya-chheયકીન કરતાં કેમ અચકાય છે, યકીન કરતાં કેમ અચકાય છે
પ્રભુને સોંપી તો જો તારી બધી જવાબદારી, એમાં કેમ અચકાય છે
અદીઠ એ નિરાકાર પર રાખી તો જો ભરોસો, એમાં કેમ ગભરાય છે
વ્યવહાર પ્રભુનો તો ના કોઈને સમજાય છે, પણ તું કેમ અચકાય છે
આવું કાંઈ થાતું હશે, એમ કાંઈ થાય, ખોટી દલીલોમાં કેમ ભરમાય છે
પ્રભુ કરે છે હિત સહુનું સતત ને સદાય એની રીતે, ચૂટકી ના એની પાસે ચાલે છે
અહીંતહીં ભટકવામાં સમય તારો, શાને બરબાદ કરે છે
કોઈ નહીં આપે સાથ તને, તારી એકલતાનો અંત એના વગર ના આવશે
પછી એકાંતમાં બેસીને કેમ તું ના એને સાધે છે, કેમ એ ભૂલે છે
અધીરપથી તારી કેમ તું બધું ગુમાવે છે, શાંત થઈ કેમ ના બેસે છે
યકીન કરતાં કેમ અચકાય છે, યકીન કરતાં કેમ અચકાય છે