View Hymn (Bhajan)
Hymn No. 4746 | Date: 10-Aug-20182018-08-102018-08-10એક વાર, બસ એક વાર, અંતરમાં જો આ વાત ઊતરી જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-vara-basa-eka-vara-antaramam-jo-a-vata-utari-jayaએક વાર, બસ એક વાર, અંતરમાં જો આ વાત ઊતરી જાય
છે પ્રભુ તો આપણા ને છીએ આપણે પ્રભુના
વાત આ જો હૃદયમાં ઘૂંટાઈ જાય, વાત આ જો અંતરમાં ઊતરી જાય
એકલતાનાં બધાં દ્વાર બંધ થઈ જાય, એકલાપણું ખતમ થઈ જાય
આખું જગ છે પરેશાન આ વાતથી, તોય સાચી સમજ ના સમજાય
વધતા વધતા ઉંમર દરેકના ચહેરા પર, બસ એકલતાનાં દર્શન થાય
કોઈ ગોતે સાથી, કોઈ મિત્રો, કોઈ સંબંધ બાંધવા આકુળવ્યાકુળ થાય
ના આવતા કોઈ પાસે, ના મળતા મન ચાહા સંબંધ, હાલત આ થાય
લાચારી ને બેબસી લઈ જાય પ્રભુ પાસે, પણ પ્રેમ એનો ના ચાહે
જીવનમાંથી એમનાં દુઃખદર્દ ને સંતાપોનો ના રે અંત થાય
સત્ય તોય ના સમજાય, સત્ય તોય ના અપનાવાય
માયાનો જીવ માયા ને માયામાં, રખડતો ને રખડતો રહી જાય
એક વાર, બસ એક વાર, અંતરમાં જો આ વાત ઊતરી જાય