યોગ્યતા મારી વધારજો, ભક્તિ મારી શ્વાસેશ્વાસે વધારજો
મારા અહમ ને અભિમાનનો નાશ, તમે રે કરજો પ્રભુ, નાશ તમે કરજો
વિનમ્રતાને જીવનમાં રે મારા, તમે મને આપજો
ઈર્ષા ને અભિમાનભર્યા મારા વ્યવહારનો, નાશ તમે કરજો
વિશ્વાસ છે પ્રભુ તને પામવાનો રે એક હથિયાર
વિશ્વાસને રે મારા બુઠ્ઠો થાવાના તમે રે દેજો
પ્રેમ ને પ્યારથી મારા હૈયાને, છલોછલ તમે ભરી રે દેજો
એક વાર નહીં બે વાર નહીં, માગું હું તમારી પાસે વારંવાર
પ્રભુ આપનાં ચરણોમાં સ્થાન, મને થોડું આપી દેજો
ભટકીભટકી થાકી ગયો છું, આરામ હવે તમે મને કરવા રે દેજો, પ્રભુ આપના …
- સંત શ્રી અલ્પા મા
yōgyatā mārī vadhārajō, bhakti mārī śvāsēśvāsē vadhārajō
mārā ahama nē abhimānanō nāśa, tamē rē karajō prabhu, nāśa tamē karajō
vinamratānē jīvanamāṁ rē mārā, tamē manē āpajō
īrṣā nē abhimānabharyā mārā vyavahāranō, nāśa tamē karajō
viśvāsa chē prabhu tanē pāmavānō rē ēka hathiyāra
viśvāsanē rē mārā buṭhṭhō thāvānā tamē rē dējō
prēma nē pyārathī mārā haiyānē, chalōchala tamē bharī rē dējō
ēka vāra nahīṁ bē vāra nahīṁ, māguṁ huṁ tamārī pāsē vāraṁvāra
prabhu āpanāṁ caraṇōmāṁ sthāna, manē thōḍuṁ āpī dējō
bhaṭakībhaṭakī thākī gayō chuṁ, ārāma havē tamē manē karavā rē dējō, prabhu āpanā …
Explanation in English
|
|
Please make me eligible, please increase my devotion with every breath.
Please destroy my ego and pride Oh God, please destroy them.
Please give me humility in life, Oh God.
Please destroy jealousy and my boastful behaviour, Oh God.
The only weapon that I have to achieve you is faith, Oh God.
Do not let my faith become dull, Oh God.
Please fill my heart completely with love and affection, Oh God.
Not one time, not twice, I pray to you several times.
Please give me little place in your lotus feet, Oh God.
I am tired after wandering and wandering, now please let me rest, please let me rest at your lotus feet, Oh God.
|