View Hymn (Bhajan)
Hymn No. 1735 | Date: 10-Sep-19961996-09-101996-09-10તારાથી દૂર રહેવાતું નથી પ્રભુ, જુદાઈનો અહેસાસ સહેવાતો નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tarathi-dura-rahevatum-nathi-prabhu-judaino-ahesasa-sahevato-nathiતારાથી દૂર રહેવાતું નથી પ્રભુ, જુદાઈનો અહેસાસ સહેવાતો નથી
કરું તો શું કરું હુ પ્રભુ, મને એ સમજાતું નથી
આવવા ચાહું છું તારી પાસ, પણ તારી પાસે આવી શકતો નથી
બંધાયો છું બંધનમાં એવો, બંધન મારાં તોડી શકતો નથી
છે તું તો સદા પાસે ને સાથે મારી, એ અનુભવ હું કરી શકતો નથી
છે તુજ મારો સર્વેસર્વા, તારા વિના મારું અહીંયા કોઈ નથી
સમજી ચૂક્યો છું આ વાતને તોય, તીવ્રતા પ્રેમમાં લાવી વધારી શકતો નથી
છે હાલત મારી એવી પ્રભુ કે, ચાહવા છતાં પામી શકતો નથી
છે મારી મજબૂરી કે મગરૂરી, એ તારા સિવાય કોઈ જાણતું નથી
સુધાર પ્રભુ તું મારી હાલત કે, તારી કૃપા વગર એમાં સુધારો આવવાનો નથી
તારાથી દૂર રહેવાતું નથી પ્રભુ, જુદાઈનો અહેસાસ સહેવાતો નથી