View Hymn (Bhajan)
Hymn No. 1844 | Date: 02-Nov-19961996-11-021996-11-02અધૂરપ ને અધૂરપમાં છલકાતા અમે, પૂર્ણતા સુધી ક્યાંથી પહોંચી શકવાનાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=adhurapa-ne-adhurapamam-chhalakata-ame-purnata-sudhi-kyanthi-pahonchiઅધૂરપ ને અધૂરપમાં છલકાતા અમે, પૂર્ણતા સુધી ક્યાંથી પહોંચી શકવાના
અસંતોષ ને અસંતોષમાં સંતોષ માનનારા, સંતોષ ક્યાંથી પામવાના
એક બુંદથી જ્યાં ધરાયા ત્યાં, આખા સમુંદર ક્યાંથી પી શકવાના
પામ્યું ના પામ્યું કાંઈ ત્યાં અહમના નશાથી ઘેરાયા, એ પ્રભુને શું પામવાના
જીતનો નશો ને હારના દુઃખમાં રમનારા, આનંદની મઝા ક્યાંથી લૂંટવાના
વેરઝેર જગાવી હૈયે જ્યાં બેઠા, ત્યાં પરમ પ્રેમનો સ્વાદ ક્યાંથી ચાખવાના
પ્રભુ તું તો આપે છે બધું અમને, પણ યોગ્યતા વગર અમે શું સ્વીકારી શકવાના
અધૂરપમાં અમે અમારી તો સદા, પૂર્ણતાનાં દર્શન કરતા રહેવાના
અહમના નશાથી ચકચૂર અમે, અધૂરપને અમારી ક્યાંથી ત્યાગી શકવાના
ખોટા ભ્રમને સત્ય સમજી આચરનારા, સત્યને ક્યાંથી પામવાના
અધૂરપ ને અધૂરપમાં છલકાતા અમે, પૂર્ણતા સુધી ક્યાંથી પહોંચી શકવાના