View Hymn (Bhajan)
Hymn No. 1843 | Date: 02-Nov-19961996-11-021996-11-02ડગમગ ડગમગ છે પ્રભુ મારાં રે કદમ, મનમાંથી ના છૂટે રે ભરમSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dagamaga-dagamaga-chhe-prabhu-maram-re-kadama-manamanthi-na-chhute-reડગમગ ડગમગ છે પ્રભુ મારાં રે કદમ, મનમાંથી ના છૂટે રે ભરમ
ના જાણે અમારા પર છે આ કોના રે કરમ, કે દિલમાંથી ના મીટે ખોટા રે વહેમ
કરેલાં કર્મ છે આ અમારાં કે પ્રભુ, છે આ તારો કોઈ નવો રે સિતમ
સમજાય તો સમજાય બી ક્યાંથી, કે મગજમાં ભર્યા છે જ્યાં ખોટા ભરમ
કરીએ તો શું કરીએ હાલત સુધારવા અમે અમારી, અમારા આવા હાલ થી આવે છે અમને શરમ
માયામાં રહી ખોટી ઇચ્છાઓ ને વિચારો જગાવી, કરતા રહ્યા છીએ અમે અમારા પર ખોટા જુલમ
નથી હિંમત સજા ભોગવવાની અમારામાં, છીએ અમે એવા રે નરમ
માગી રહ્યા છીએ રહેમ પ્રભુ તારી પાસે, પણ છે વર્તન અમારું તો બેરહમ
સ્થિરતા ચાહીએ છીએ અમે પણ, અપનાવવો નથી અમને અમારો ધરમ
સુધાર પ્રભુ તું અમને કે પ્રેમથી, પ્રભુ કરીએ છે હવે તને અમે નમન
ડગમગ ડગમગ છે પ્રભુ મારાં રે કદમ, મનમાંથી ના છૂટે રે ભરમ