View Hymn (Bhajan)
Hymn No. 4740 | Date: 22-Jun-20182018-06-222018-06-22અહંમાં ઊડ્યા, નિરાશામાં ડૂબ્યા, બસ આમ જ ને આવું જSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ahammam-udya-nirashamam-dubya-basa-ama-ja-ne-avum-jaઅહંમાં ઊડ્યા, નિરાશામાં ડૂબ્યા, બસ આમ જ ને આવું જ
જીવન તો જીવ્યા અમે (2)
અવસ્થાએ અવસ્થાએ બદલાયા, ને વારે વારે પછડાયા
સ્વાર્થ સધાતા ને અહં પોષાતા, આનંદમાં ઊછળ્યા
ને અહં ઘવાતા, ક્રોધાગ્નિમાં નાહ્યા અમે
શું જીવ્યા ને શું મર્યા, જીવતા જીવતા પળ પળ મર્યા અમે
કાયાની માયામાં એવા તો, અમે રે સપડાયા
અસ્તિત્વ અમારું એને જ સમજ્યા, શરીર ભાવમાં એવા બંધાયા
ભૂલીને સત્યને, કરી ના સમજવાની કોશિશ, એવા ભરમાયા
જીવન-મૃત્યુના ભૂલીને ખેલ, અમે તો હરખાયા
ભૂલીને મુક્તિના પથ, અમે બંધનમાં એવા રે બંધાયા
અહંમાં ઊડ્યા, નિરાશામાં ડૂબ્યા, બસ આમ જ ને આવું જ