View Hymn (Bhajan)
Hymn No. 4739 | Date: 22-Jun-20182018-06-222018-06-22ભાવોની ભરમાર, ઉપરથી વિચારોનો મારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhavoni-bharamara-uparathi-vicharono-maraભાવોની ભરમાર, ઉપરથી વિચારોનો માર
સમર્થતાનો પ્રતીક હોવા છતાં, મનુષ્ય બની ગયો લાચાર
શું સૂઝ્યું પ્રભુ તને કે, કર્યું તેં આવું નિર્માણ
નિરાકાર સમક્ષ સદૈવ રહ્યો, આ આકાર તો લાચાર
સજી-સંવરીને હસતો રહી શકે, ક્યાં સુધી આખર આ મનુષ્ય
જ્યાં સુધી બચતો રહે, ભાવ ને વિચારોના વળગણથી આઝાદ
પડે જ્યાં સુધી એના માર, ત્યાં હાલ થઈ જાય એના રે બેહાલ
તોય અંહુંકારના છૂટે તો, ચાલે એ તો આવળી ચાલ
થઈ જાય એમાં રે, એ તો બની જાય એમાં રે, એ તો બીમારીનો શિકાર
ખેંચાણ ભાવોના શમે ના શમે, ત્યાં વિચારોના પડે માર
આ હાલતથી મનુષ્ય બની ગયો લાચાર
ભાવોની ભરમાર, ઉપરથી વિચારોનો માર