View Hymn (Bhajan)
Hymn No. 4741 | Date: 29-Jul-20182018-07-292018-07-29તનમનને અમારા, તારા વિશ્વાસથી મહેકાવજે પ્રભુSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tanamanane-amara-tara-vishvasathi-mahekavaje-prabhuતનમનને અમારા, તારા વિશ્વાસથી મહેકાવજે પ્રભુ
હૃદયને અમારા, તારા વિશ્વાસથી ધબકાવજે પ્રભુ
શ્વાસેશ્વાસ ને અમારા, તારા વિશ્વાસથી ભરજે પ્રભુ
વિશ્વાસે વિશ્વાસે જીવનમાં, કદમ કદમ ચલાવજે પ્રભુ
બદલે ગતિ ભલે બધી, અમારા વિશ્વાસને ના ડગમગાવજે
પૂર્ણતાના સ્વામી, પૂર્ણ વિશ્વાસથી તું અમને ભરજે પ્રભુ
જીવન જીવવા માટે પર્યાપ્ત છે, વિશ્વાસ તારો એ આપજે પ્રભુ
પ્રાણ છે જીવનનો વિશ્વાસ, એનું સતત સિંચન કરજે પ્રભુ
દૃઢતા ને મક્કમતાથી ભરપૂર ભરજે, વિશ્વાસ અમારો પ્રભુ
પ્રભુ વિનંતી અમારી તું સ્વીકારી, વાત અમારી માનજે પ્રભુ
તનમનને અમારા, તારા વિશ્વાસથી મહેકાવજે પ્રભુ