View Hymn (Bhajan)
Hymn No. 4682 | Date: 15-Mar-20182018-03-152018-03-15અજબ તારી રચના પ્રભુ, અજબ તારી રચનાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ajaba-tari-rachana-prabhu-ajaba-tari-rachanaઅજબ તારી રચના પ્રભુ, અજબ તારી રચના
ભૂલીને ભાન નિજનું શીદ, દુઃખી ને દુઃખી થાતું જાય
સમર્થતાને ભૂલીને, રઝળતો ને રઝળતો જાય
દળદળમાં જીવ ધસતો જાય, સમજે જાણે તોય રહે અજાણ
જુએ જાણે તોય ના બદલે જરાય, અજબ તારી માયા પ્રભુ
તનની માયા એવી ઘેરી વળે, કે નિજ સ્વરૂપ એમાં વીસરી જાય
પ્રલોભન ને પ્રલોભનમાં રહી વિચારતો, પ્રલોભન ના છૂટે જરાય
વર્ચસ્વ ને આડંબરોના ખેલ ખેલે એવા, જેમાં ભાન ભૂલી જાય
ભૂલીને બધું તારા-મારાના તાંતણા, વણતો ને વણતો જાય
રાગદ્વેષના પથ પર આવી, આખર ભટકતો ને ભટકતો જાય
અજબ તારી રચના પ્રભુ, અજબ તારી રચના