View Hymn (Bhajan)
Hymn No. 4681 | Date: 15-Mar-20182018-03-152018-03-15વાત સમજણની નથી, વાત સાચી સમજણની પણ નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vata-samajanani-nathi-vata-sachi-samajanani-pana-nathiવાત સમજણની નથી, વાત સાચી સમજણની પણ નથી
વાત છે પ્રભુ તારી સમજણની, જો એ મળી જાય
યુગો યુગોના યત્નોને, મારી સફળતા તો મળી જાય
મઝધારે આવેલી નાવને રે પ્રભુ, ત્યાં કિનારો મળી જાય
મટે સઘળા ભ્રમ, ભાંગે સઘળી ભ્રમણા, સત્યનાં દર્શન થઈ જાય
ભટકતા રખડતા રઝળતા જીવને, પરમપદ મળી જાય
માયાનાં, આવરણો બધાં, ત્યાં તો ચિરાઈ જાય
મળતા તારો પૂર્ણ પ્રકાશ, અંધકાર સઘળો ખતમ થઈ જાય
બધી મૂંઝવણો ને બધા સવાલોનો, ત્યાં અંત આવી જાય
પૂર્ણતા રમે પૂર્ણતામાં જ્યાં, ત્યાં બાકી શું રહી જાય
વાત સમજણની નથી, વાત સાચી સમજણની પણ નથી