View Hymn (Bhajan)
Hymn No. 4683 | Date: 15-Mar-20182018-03-152018-03-15ધર્માચરણ માટે લીધો અવતાર, નારાયણે તો આ જગમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dharmacharana-mate-lidho-avatara-narayane-to-a-jagamamધર્માચરણ માટે લીધો અવતાર, નારાયણે તો આ જગમાં
મનુષ્ય તો અધર્મ આચરતો ને આચરતો જાય છે
અધર્મના એ આચરણમાં, એ આનંદ અનુભવતો જાય
પ્રભુ તારી આ સૃષ્ટિના કાયદા, સમજ્યાં ના સમજાય
મુક્તિનું પ્રણ લઈ પ્રવેશે જગમાં, ને પાછા માયામાં ફસાય
આચરે એવાં આચરણ કે વફાદારી પોતાની સાથે ના નિભાવે જરાય
આવ્યો છે શા માટે, પામવું છે શું બધું, પળ એકમાં ભૂલી રે જાય
ક્યાંક નામ માટે, ક્યાંય ધામ માટે, ક્યાંય હક ને હોદ્દા કાજે ધમધમતો જાય
પામવા ને પામવામાં બધું પ્રભુ, તારું શરણું લેવું એ તો ચૂકે સદાય
ધર્માચરણ માટે લીધો અવતાર, નારાયણે તો આ જગમાં