View Hymn (Bhajan)
Hymn No. 4231 | Date: 11-Aug-20012001-08-112001-08-11અજાણ્યા ના હતા તોય જાણીતા ના બન્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ajanya-na-hata-toya-janita-na-banyaઅજાણ્યા ના હતા તોય જાણીતા ના બન્યા,
અરે સંસારના ગૂંચવાળામાં ગૂંચવાતા ને ગૂંચવાતા ગયા,
ઊકેલી જ્યાં ગૂંચવણ, નવી ગૂંચવણ ઊભી ને ઊભી કરતા રહ્યા,
હતું જે સરળ સંસારમાં, ઊભી કરી ગુચવણ એમાં, ગૂંચવાતા ને ગૂંચવાતા રહ્યા,
રહ્યા ના જાગ્રત જ્યાં જીવનમાં, ગૂંચવાતા ને ગૂંચવાતા રહ્યા,
ગૂંચવાયા એવા કે અમે જીવનમાં અટવાતા ને અટવાતા રહ્યા,
ગૂંચવણમાં રહ્યા સદા કે હતી નજર સામે રાહ પણ જોઈ ના શક્યા,
તારા મારાના વાદવિવાદમાં તો ક્યારે કોઈ અકારણમાં ડૂબ્યા રહ્યા,
સૂલઝાવાની કરી કોશિશો ગૂંચવણ એમાં વધારતા ગયા,
સાચી સમજને હૈયે જ્યાં ના વસાવી શક્યા કે સત્યને ના સમજી શક્યા,
ના હતા ખુદથી અજાણ્યા તોય જાણીતા અમે ના બન્યા .
અજાણ્યા ના હતા તોય જાણીતા ના બન્યા