View Hymn (Bhajan)
Hymn No. 4202 | Date: 23-Jul-20012001-07-232001-07-23આંખ બંધ કરવાથી કાંઈ ધ્યાની બનાતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ankha-bandha-karavathi-kami-dhyani-banatum-nathiઆંખ બંધ કરવાથી કાંઈ ધ્યાની બનાતું નથી,
ધ્યાનમાંથી ચૂક થયા એ ધ્યાની રહી શક્તા નથી,
છે અનેક ચીજો જીવનમાં તો નડતી આવવા દીધી જ્યાં તમે ને તમે ધ્યાની બની શક્તા નથી,
વિચારોમાં રહ્યા તમે ને તમે ડૂબતા ને ડૂબતા જ્યાં, વિચારો તમે છોડી શક્તા નથી, ધ્યાની …
ઈચ્છાઓને ઈચ્છામાં જિંદગીભર રહ્યા તણાતા ને તણાતા, ઈચ્છાઓ તમે રોકી શક્તા નથી,
ના સમજીના પડળમાં મન રહ્યું તમારું ઘેરાયું, જ્યાં પડળ એ હટતા નથી ધ્યાની તમે બની શક્તા નથી,
તમારી ઊભી કરેલી ભ્રમણાઓ જ્યાં સુધી તમે ભાંગી શક્તા નથી, ત્યાં તમે ધ્યાની બની…..
મોહમાયાના પડળ હટાવી શક્તા નથી ત્યાં સુધી તમે ધ્યાની બની શક્તા નથી,
પ્રભુને સંપૂર્ણપણે બધું અર્પણ કર્યા વિના જીવતા ધ્યાની બની શક્તા નથી.
આંખ બંધ કરવાથી કાંઈ ધ્યાની બનાતું નથી