View Hymn (Bhajan)
Hymn No. 214 | Date: 16-Jun-19931993-06-161993-06-16આળસ ને ઊંઘમાં તો ગુમાવું છું જીવન મારું, ગુમાવું છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=alasa-ne-unghamam-to-gumavum-chhum-jivana-marum-gumavum-chhumઆળસ ને ઊંઘમાં તો ગુમાવું છું જીવન મારું, ગુમાવું છું
વીતે છે રાત તો પૂરી ઊંઘમાં, દિવસ વીતે આળસમાં,
જીવન મારું તો વીતે છે એની સાથમાં,
મળે છે જ્યાં સુધી બધું હાથમાં, જીવું છું હું તો મારા અંદાજમાં
મને કરવું નથી કાજ, વીતે કાલ કે ભલે આજ
છૂટતો નથી મારો સંગાથ, ગુમાવું છું જીવન મારું મારે હાથ,
મળતો નથી માંગવાથી જ્યારે જીવનમાં કોઈ સાથ
ત્યારે બીજાના ગજવે પડે છે મારો હાથ,
નથી જીવનની જ્યાં મને પહેચાન, તો પણ છે જાણ,
વીતે છે સમય મારો વગર મારી ઓળખાણ
આળસ ને ઊંઘમાં તો ગુમાવું છું જીવન મારું, ગુમાવું છું