View Hymn (Bhajan)
Hymn No. 213 | Date: 16-Jun-19931993-06-161993-06-16છે નટખટ પ્રભુ તું, નટખટ અદાઓથી તારી રે પ્રભુSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-natakhata-prabhu-tum-natakhata-adaothi-tari-re-prabhuછે નટખટ પ્રભુ તું, નટખટ અદાઓથી તારી રે પ્રભુ,
કોઈને રિઝવતો, તો કોઈને પજવતો જાય રે
સહુને જુદાજુદા નાચ નચાવતો જાય, તું કોઈને …..
આવે આંખ સામે ક્યારેક તો ક્યારેક છુપાઈ જાય
આંખમિચોલી ના ખેલથી સહુને થકવતો જાય, કોઈને ….
નિષ્ક્રિય રહીને પણ તું બધું કરાવતો જાય, કોઈને …..
ક્યારેક પ્રેમભરી દૃષ્ટિથી હૈયે ઠંડક આપે તો,
ક્યારેક વિરહમાં જલાવતો જાય, કોઈને …..
મસ્તીમાં મસ્ત બનીને તું સહુની મસ્તી કરતો જાય …..
કોઈકને પાળે બેસાડે, તો કોઈને સમુદ્રમાં ડૂબકી મારવતો જાય, કોઈને …..
છે નટખટ પ્રભુ તું, નટખટ અદાઓથી તારી રે પ્રભુ