View Hymn (Bhajan)
Hymn No. 1221 | Date: 06-Apr-19951995-04-061995-04-06અનંત નો અંત અનંતમાં જ છે, ના બીજે એક ક્યાંય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ananta-no-anta-anantamam-ja-chhe-na-bije-eka-kyanya-chheઅનંત નો અંત અનંતમાં જ છે, ના બીજે એક ક્યાંય છે
લાગે જો અંત બીજે ક્યાંય છે તો એ ભ્રમણા સિવાય ના કાંઈ છે
ભ્રમણા છે જ્યાં આંખોમાં વસી, સમજાવાનું નથી ત્યાં અનંત ક્યાં છે
અંત વગરની ઇચ્છાઓનો અંત, તો અનંતમાં જ છે
અંત વગરના ભાવોનો અંત, ના બીજે ક્યાંય છે
અંત વગરના વિચારોનો અંત, અનંતમાં છે, અંત અનંતમાં જ છે
છે અંત હર વસ્તુનો અનંતમાં, તોય અનંત એ અંતથી અલગ છે
સમજવું આ વાતને થોડું કઠીન તો જરૂર લાગે છે
પણ સમજી ગયા જ્યાં આનો મર્મ, ત્યાં અનંત ને અનંત છે
મટી જાય છે જ્યાં અસ્તિત્વનું અંત, ત્યાં ખુદ તું જ અનંત છે
અનંત નો અંત અનંતમાં જ છે, ના બીજે એક ક્યાંય છે