View Hymn (Bhajan)
Hymn No. 1222 | Date: 09-Apr-19951995-04-091995-04-09પળ પહેલા લાગતા તા જે સારા, એ પળમાં બૂરા બની ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pala-pahela-lagata-ta-je-sara-e-palamam-bura-bani-gayaપળ પહેલા લાગતા તા જે સારા, એ પળમાં બૂરા બની ગયા
ના મળે જ્યાં સુખસાહેબી ભોગવવા, ત્યાં અધૂરા અમે રહી ગાય
જીવનની અંદર અમે પળ પળ, રંગ અમારા બદલતા રહ્યા
નમતા છાબડામાં સદા અમે બેસી, ગુણગાન ગાતા રહ્યા
કરી કરીને મોટી મોટી વાતો, અક્કલનું પ્રદર્શન કરતા રહ્યા
આવ્યા પરિણામ સામે જ્યારે, ત્યારે સ્વીકારને બદલે, અકળાઈ અમે ગયા
સુખસંપત્તિને માની સાચું સુખ, ભોગ પાછળ ગાંડા બની ગયા
ચૂક્યા લિહાજ સમયનો આદર વડીલોનો ચૂકી અમે ગયા
મૃગજળની પાછળ, તૃષ્ણા છુપાવવા દોડતા અમે રહ્યા
દૂર દૂર નજર કરતાં અમે, તરસ્યાને તરસ્યા રહી ગયા
પળ પહેલા લાગતા તા જે સારા, એ પળમાં બૂરા બની ગયા