View Hymn (Bhajan)
Hymn No. 1207 | Date: 26-Mar-19951995-03-261995-03-26આપવા આમંત્રણ લખ્યો કાગળ, મેં તો પૂર્ણ પ્રેમથી ને ભાવથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=apava-amantrana-lakhyo-kagala-mem-to-purna-premathi-ne-bhavathiઆપવા આમંત્રણ લખ્યો કાગળ, મેં તો પૂર્ણ પ્રેમથી ને ભાવથી
સજાવ્યો એણે મારા પ્રેમ ને ભાવના શણગારથી
રાખી ના કમી કાંઈ, કાગળ લખવામાં ભૂલથી
આપ્યું આમંત્રણ મારા વાલાને, સ્નેહ ને પ્રેમથી
લખ્યો કાગળ મેં તો પ્રેમની કલમ ને ભાવની સાહીથી
ન થવાની ભૂલ અંતે મારાથી તો થઈ ગઈ, સરનામા લખવામાં ના રહી કાળજી
સરનામું ખોટું લખાઈ ગયું, કાગળ નીકળી ગયો મારા દ્વારથી
જોઈ આમંત્રિત મહેમાન, અચરજમાં હું તો ખૂબ પડી ગઈ
આવ્યા ના કેમ મારા વાલા, રહી ગઈ એજ વાત હું વિચારતી
થઈ ક્યાં ભૂલ કે રહી ગઈ હું તો, વાટ જોતી ને જોતી
આપવા આમંત્રણ લખ્યો કાગળ, મેં તો પૂર્ણ પ્રેમથી ને ભાવથી