View Hymn (Bhajan)
Hymn No. 1206 | Date: 25-Mar-19951995-03-251995-03-25તારી અદા અપાર છે, ઝૂમી રહ્યો એમાં સંસાર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tari-ada-apara-chhe-jumi-rahyo-emam-sansara-chheતારી અદા અપાર છે, ઝૂમી રહ્યો એમાં સંસાર છે
તારી નવી નવી અદા ને નવા અંદાજ પર કુરબાન આ જગ છે
ન આવે જેનો કદી અંત, એવી અનંત તારી હરએક અદા છે
તારી હર અદાને ચાહી રહ્યો, કોઈ ને કોઈ ઇન્સાન છે
તારી અદાના જામમાં મુગ્ધ બની, ઝૂમી રહ્યો આ સંસાર છે
તારી હર હદમાંથી વર્ષી રહ્યો, પ્યારભર્યો વરસાદ છે
મોહી લે સહુ કોઈને એ તો, એવો તારો પ્યાર જોરદાર છે
આનંદના નશામાં ડુબાવતી, તારી હર એક અદા છે
શક્તિ ને સામર્થ્યથી ભરપૂર, તારી હર એક અદા છે
જગતના દ્વારથી વર્ષી રહ્યો તારો પ્યાર છે
તારી અદા અપાર છે, ઝૂમી રહ્યો એમાં સંસાર છે