View Hymn (Bhajan)
Hymn No. 1313 | Date: 13-Jul-19951995-07-131995-07-13આપવું હોય તને એ ભલે તું આપજે, કરીશ સ્વીકાર હું પ્રેમથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=apavum-hoya-tane-e-bhale-tum-apaje-karisha-svikara-hum-premathiઆપવું હોય તને એ ભલે તું આપજે, કરીશ સ્વીકાર હું પ્રેમથી
પણ પ્રભુ તું જન્મોજન્મના ફેરા મારા ટાળજે
હોય બાકી જે કાંઈ અધૂરું એ બધું કરાવી લેજે તું પૂરું, મારા જન્મો
આપવી હોય એટલી ઉપાધિ તું આપી દેજે મને, પણ મહાઉપાધિમાંથી મને બચાવજે
આપવું હોય સુખ જેટલું એટલું તું આપજે, દુઃખ ભલે તું મને આપજે
હોય બાકી જો દર્દ ભોગવવાનું, એ પણ તો તું મને આપજે
કરી લેજે હિસાબ આપણો બરોબર, તું કરી નાખજે, જન્મના….
હોય કચાસ મારામાં કાંઈ, તું એ ખામીને તું દૂર કરજે
ના કરજે વાત બીજા જન્મની, આ જન્મમાં બધું પૂરું તું કરી નાખજે
કરી છે વાત મેં મિલનની, છેડયા છે તાર મિલનના
મિલનના એ પૈગામને તું પ્રેમથી સ્વીકારી લેજે, જન્મના
આપવું હોય તને એ ભલે તું આપજે, કરીશ સ્વીકાર હું પ્રેમથી