View Hymn (Bhajan)
Hymn No. 1312 | Date: 13-Jul-19951995-07-131995-07-13તારા પ્રેમ ને તારા પ્યારમાં, દિલ જ્યાં મારું ડૂબતું જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-prema-ne-tara-pyaramam-dila-jyam-marum-dubatum-jaya-chheતારા પ્રેમ ને તારા પ્યારમાં, દિલ જ્યાં મારું ડૂબતું જાય છે
ના પૂછ પ્રભુ તું મને રે, ત્યાં શું શું થાય છે
હતી જરૂર જીવનમાં જેની મને, એ પાસે ને પાસે આવતું જાય છે
લાગતું હતું છે કઠીન એ કાર્ય, સરળ બનતું જાય છે
બેકાબૂ જનૂન મારા કાબૂમાં આવતો જાય છે, ના પૂછ …
કરીના હતી કલ્પના જેની, હકીકતમાં એ તો થાય છે
અંધકાર ભરેલા માર્ગમાં, પ્રકાશ પથરાતો ને પથરાતો જાય છે
પ્યારમાં તારા દિલ મારું જ્યાં ડૂબી જાય છે, કિનારો ત્યાં મને મળી જાય છે
તારા પ્રેમના નશામાં દુનિયાદારી ભૂલી, જ્યાં જવાય છે, લાગતું…….
વિશુદ્ધતા હૈયામાં આપોઆપ પ્રવેશતી જાય છે, લાગતું…….
તારા પ્રેમ ને તારા પ્યારમાં, દિલ જ્યાં મારું ડૂબતું જાય છે