View Hymn (Bhajan)
Hymn No. 1677 | Date: 11-Aug-19961996-08-111996-08-11અશક્ય નથી તોય ના શક્ય છે, ના શક્ય છે, ના શક્ય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ashakya-nathi-toya-na-shakya-chhe-na-shakya-chhe-na-shakya-chheઅશક્ય નથી તોય ના શક્ય છે, ના શક્ય છે, ના શક્ય છે
સ્થિર રહેવું જીવનમાં પ્રભુ તારા આધાર વિના ને તારા સાથ વિના ના શક્ય છે
અસ્થિરતાનો આધાર લઈને સ્થિર થાવું જીવનમાં ના શક્ય છે ….
વિકારો ને વાસનાના અજગરો ને મગરોથી બચવું, તારા સાથ વિના ના શક્ય છે
પકડે છે હાથ પ્રભુ જો તો તરાય આ ભવસાગર, બાકી તરવો ભવસાગર ના શક્ય છે
અશક્યને શક્ય બનાવવું છે જ્યાં જીવનમાં, તારા સાથ વિના ના શક્ય છે
વસે છે ને રહે છે તું પ્રભુ જ્યાં હોય કોઈ કાજ ત્યાં અશક્ય એ ના શક્ય છે
પળપળ મરતા ને પળપળ જીવતા કરવી અમરત્વની વાત, પ્રભુ તારા સાથ વિના ના શક્ય છે
હરએક ઇચ્છા ને ભાવમાંથી ઊઠવું ઉપર, તારા સાથ વિના ના શક્ય છે
શક્ય છે ને શક્યની શક્યતાઓ છે, છે તું તો બધું છે, નહીં તો બધું અશક્ય છે
અશક્ય નથી તોય ના શક્ય છે, ના શક્ય છે, ના શક્ય છે