View Hymn (Bhajan)
Hymn No. 4749 | Date: 12-Sep-20182018-09-122018-09-12અશક્યને શક્ય કરનારા, તમે છો, પ્રભુ તમે છોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ashakyane-shakya-karanara-tame-chho-prabhu-tame-chhoઅશક્યને શક્ય કરનારા, તમે છો, પ્રભુ તમે છો
મારામાં વિશ્વાસ જગાડનારા, તમે છો, પ્રભુ તમે છો
જીવનમાં પ્રાણોનું સિંચન કરનારા, તમે છો, પ્રભુ તમે છો
જગતના નાથ, જગતના સ્વામી, તમે છો, પ્રભુ તમે છો
કણેકણનું ધ્યાન રાખનાર વિશ્વેશ્વરા, તમે છો, પ્રભુ તમે છો
આનંદ ને ઉમંગની લહેર જગાડનાર, તમે છો, પ્રભુ તમે છો
પ્રેમ આપી પ્રેમ જગાડનાર વાલા મારા, તમે છો, પ્રભુ તમે છો
દિવ્યતાને હૃદયમાં ઉતારનારા વાલા, તમે છો, પ્રભુ તમે છો
જીવનમાં જાગૃતિ લાવનારા વાલા, તમે છો, પ્રભુ તમે છો
અંધકારમાં પ્રકાશ થઈ પથરાઈ જનાર, તમે છો, પ્રભુ તમે છો
જીવને શિવ બનાવનારા વાલા, તમે જ છો, પ્રભુ તમે છો
અશક્યને શક્ય કરનારા, તમે છો, પ્રભુ તમે છો