View Hymn (Bhajan)
Hymn No. 4748 | Date: 28-Aug-20182018-08-282018-08-28પ્રેમનો ભૂખ્યો વાલો મારો, પ્રેમ વગર ના રીઝે જરાય (2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=premano-bhukhyo-valo-maro-prema-vagara-na-rije-jarayaપ્રેમનો ભૂખ્યો વાલો મારો, પ્રેમ વગર ના રીઝે જરાય (2)
પ્રેમ છે પ્રાણ એનો, પ્રેમ એનું નામ, પ્રેમ છે સ્વરૂપ, પ્રેમ છે સ્પર્શ એનો
પ્રેમ છે ગંધ એની, પ્રેમનો ભૂખ્યો, પ્રેમનો તરસ્યો, પ્રેમથી તૃપ્ત થનારો
પ્રેમમાં રમનારો, પ્રેમમાં નાચનારો, પ્રેમે બધું કરનારો
પ્રેમના બંધનથી બંધાવનારો, પ્રેમે એ તો ઊડનારો
પ્રેમમાં રમણ કરનારો, પ્રેમનું જ રટણ કરનારો
પ્રેમમાં પાગલ થનારો, થનગન થનગન નાચનારો
બંસૂરી ને વીણાના સૂરોથી, વિશ્વ ગજાવનારો
પામવો છે એને તો નથી કોઈ અન્ય ભોગની જરૂરત
પ્રેમના ભોગ ધરાવો, પ્રેમના જળ પીવડાવો, પ્રેમના રે ચંદન ઘસીને
મારા વાલાને સજાવો, નહીં રહે દૂર એ, નહીં રહે અળગો, તત્ક્ષણ
હાજર થનારો વાલો મારો, પ્રેમે જ રીઝનારો, પ્રેમે જ બધું પમાડનારો
પ્રેમનો ભૂખ્યો વાલો મારો, પ્રેમ વગર ના રીઝે જરાય (2)