View Hymn (Bhajan)
Hymn No. 4750 | Date: 12-Sep-20182018-09-122018-09-12ન માગું, ના માગું, તોય હૃદયમાં આ ભાવ જાગી રે જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-magum-na-magum-toya-hridayamam-a-bhava-jagi-re-jayaન માગું, ના માગું, તોય હૃદયમાં આ ભાવ જાગી રે જાય
પ્રભુ છલક છલક તારા પ્રેમથી છલકાય, હૃદય મારું તારા પ્રેમથી છલકાય
મલક મલક મુખડું મલકાય એમાં, મલક મલક મુખડું મલકાય
પ્રેમે પ્રેમે કરું યાદ તને જ્યાં, એમાં પ્રેમ વધતો ને વધતો રે જાય
ના જાણું કાંઈ વિધિ કે વેદ, પ્રભુ છું અજ્ઞાની અબુજ
પ્રેમથી પોકારું તને, પ્રેમે કરું પૂજન તારું, પ્રેમથી તને નિહાળું આજ
ખબરઅંતર પૂછું જરા તારા આવ પાસ, કરું તારી સંગ વાત
કહું મારા હૃદયની હું, કહે તારા હૃદયની તું, હળવું હૈયું થાશે એમાં
મહેકશે જીવન તો એમાં, મળશે શ્વાસમાં રે જ્યાં તારી સુગંધ
તારું સ્મરણ રહેશે સતત, બસ તારો સાથ માગવાનું મન થાય
ન માગું, ના માગું, તોય હૃદયમાં આ ભાવ જાગી રે જાય