View Hymn (Bhajan)
Hymn No. 4465 | Date: 11-Mar-20152015-03-112015-03-11અસૂર નિકંદિની હે જગમાતા, પધારો, કરો હૈયામાં વાસ રે માડીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=asura-nikandini-he-jagamata-padharo-karo-haiyamam-vasa-re-madiઅસૂર નિકંદિની હે જગમાતા, પધારો, કરો હૈયામાં વાસ રે માડી
અહંકાર-વિકારોનો માડી નાશ કરો, કરો હૈયામાં વાસ રે માડી
સામ્રાજ્ય તમારું સ્થાપો હવે, કરો હૈયામાં વાસ રે માડી
વિચારો-ભાવોમાં સ્થિરતા તમારી આપો, કરો હૈયામાં વાસ રે માડી
ભેદભાવ સઘળા હૈયેથી મિટાવો, કરો હૈયામાં વાસ રે માડી
સમજમાં તમારી સમજ જગાડો, કરો હૈયામાં વાસ રે માડી
પ્રગટી પ્રવેશો હૃદયમાં નિત્ય, કરો હૈયામાં તમે રાજ રે માડી
વિશાળતા-વ્યાપકતા જગાડો, કરી હૈયામાં તમે વાસ રે માડી
પ્રેમભર્યાં પુષ્પ ખિલાવો દિલમાં અમારા, માડી પ્રગટો તમે આજ રે
તમારા જેવા અમને બનાવો, મિટાવો સઘળું અંતરનું અંતર આજ રે
અસૂર નિકંદિની હે જગમાતા, પધારો, કરો હૈયામાં વાસ રે માડી