View Hymn (Bhajan)
Hymn No. 4466 | Date: 11-Mar-20152015-03-112015-03-11પ્રભુ તારા વિના હું સલામત નથી, હું સલામત નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-vina-hum-salamata-nathi-hum-salamata-nathiપ્રભુ તારા વિના હું સલામત નથી, હું સલામત નથી
ડર મને કોઈ બહાર વાળાનો નથી, તારા વિના હું સલામત નથી
અંતરનો અવાજ છે મારો, મારા પોકારથી તું અજાણ નથી
અંતરના ભાવો ને મનના વિચારોની મચી છે લડાઈ
દોષી કે દુઃખ દેનારો કોઈ બહારવાળો નથી, હું સલામત નથી
યાચના છે તારી કૃપાની, એના વિના કાંઈ બચવાનું નથી
પેઠા છે અંતરમાં શત્રુઓ એવા, જેની મને પૂરી જાણ નથી
છુપાયા છે મુજમાં એવા, બેઠા છે ક્યાં એની ખબર નથી
અંતરના કરે ઊભા ભેદ તો એવા, કે સહેવા સહેલા નથી
મંઝિલથી વિપરીત રસ્તો બતાડે, કે તારા વિના હું સલામત નથી
પ્રભુ તારા વિના હું સલામત નથી, હું સલામત નથી