View Hymn (Bhajan)
Hymn No. 4738 | Date: 22-Jun-20182018-06-222018-06-22આવવા-જવા પર કાબૂ નથી તારે, તો કાબૂ કઈ વાતનો જોઈએ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=avavajava-para-kabu-nathi-tare-to-kabu-kai-vatano-joie-chheઆવવા-જવા પર કાબૂ નથી તારે, તો કાબૂ કઈ વાતનો જોઈએ છે
કાબૂ કઈ વાત પર તું કરી શકવાનો છે, જ્યાં બેકાબૂ તો તું પોતે છે
આવ્યો આ જગમાં કર્મોની ગતિએ, ચાલી જાશે આ જગમાંથી કર્મોની ગતિએ
સમજાય છે આ વાત તોય સમજી ના સમજાય, કેમ ભુલાઈ જાય છે
આવતા જગમાં બધું કાબૂ કરવાનું મન થાય છે, કાંઈ પણ તો ના થાય છે
કાંઈ કરી શક્તો નથી તોય જાણે, બધું કરી શકશે એમ તું વર્તતો જાય
આ જ છે માયાની લીલા, જેમાં જીવ બધું ભૂલી જાય છે, ભ્રમણાથી ભરાઈ જાય છે
અહંકારને વશ આ જીવ, ભવફેરામાં ફસાતો ને ફસાતો દુઃખી થાતો જાય છે
સમજાતા આ જ્યારે પ્રભુને પ્રાર્થના થાય છે, ત્યારે પરિવર્તન થાય છે
કૃપા પ્રભુની થાતા માયાના પડદા હટી જાય છે, સમજાય જ્યારે સાચું ત્યારે
જીવનમાં સાચા યત્નો-પ્રયત્નો થાય છે, જીવનમાં શાંતિ પમાય છે
આવવા-જવા પર કાબૂ નથી તારે, તો કાબૂ કઈ વાતનો જોઈએ છે