View Hymn (Bhajan)
Hymn No. 4737 | Date: 22-Jun-20182018-06-222018-06-22શ્વાસે શ્વાસે રે મારા પ્રભુ, વિશ્વાસથી રે ભરજોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shvase-shvase-re-mara-prabhu-vishvasathi-re-bharajoશ્વાસે શ્વાસે રે મારા પ્રભુ, વિશ્વાસથી રે ભરજો
શીઘ્રતાથી આ કાજ મારું, મારા વહાલા તમે રે કરજો
વિશ્વાસને રે મારા, ગાઠ ને પ્રગાઢ તમે રે કરજો
જોઈએ જેવો રે તમને, એવો વિશ્વાસ રે ભરજો
પ્રભુજી રે વહાલા, આ કાર્ય કરવા વાર ના લગાડજો
વિશ્વાસમાં વાસ ને વિશ્વાસના શ્વાસ, જીવન એવું કરજો
વિશ્વાસના ભોજનથી, પેટ તમે મારું રે ભરજો
વિશ્વપતિ રે વહાલા, વિશ્વાસનું સિંચન એવું રે કરજો
શ્વાસોમાં રે મારા, સુગંધ તમારી ફેલાવજો
વહાલા વિશ્વપતિ, તમારા વિશ્વાસથી અમને સંવારજો
શ્વાસે શ્વાસે રે મારા પ્રભુ, વિશ્વાસથી રે ભરજો