View Hymn (Bhajan)
Hymn No. 4680 | Date: 15-Mar-20182018-03-152018-03-15આવ્યા છીએ અહીં સહુ કોઈ, આ તન ધારણ કરીનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=avya-chhie-ahim-sahu-koi-a-tana-dharana-karineઆવ્યા છીએ અહીં સહુ કોઈ, આ તન ધારણ કરીને
આ તન તો છૂટી જવાનું છે, ના કાંઈ સાથ જવાનું છે
વાત આ જો હૈયે ઊતરી જાય, વાત આ જો પૂરી સમજાઈ જાય
સતયુગનું ત્યાં આગમન થઈ જાય, સતયુગનું ત્યાં આગમન થઈ જાય
કલયુગના આ ક્લેશ બધા તો શમી જાય, ક્લેશ બધા બંધ થઈ જાય
સાચી સમજ જ્યાં જાગે ને આચરણમાં એ ઊતરી જાય
જીવનનું ધ્યેય જ્યાં સમજાઈ જાય, સાર્થકતા એની પરખાઈ જાય
દુઃખદર્દનું અસ્તિત્વ જ જ્યાં મટી જાય, જ્યાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય
લેવો ના પડે વૈરાગ્ય પછી, એ તો આપોઆપ જાગી રે જાય
આવ્યા છીએ અહીં સહુ કોઈ, આ તન ધારણ કરીને