View Hymn (Bhajan)
Hymn No. 4456 | Date: 29-Jan-20152015-01-292015-01-29આવ્યા ક્યારે પૂર્ણ પુરુષોત્તમ થઈને, ક્યારે આવ્યા અંશ અવતાર ધરીનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=avya-kyare-purna-purushottama-thaine-kyare-avya-ansha-avatara-dharineઆવ્યા ક્યારે પૂર્ણ પુરુષોત્તમ થઈને, ક્યારે આવ્યા અંશ અવતાર ધરીને,
આવતા ને આવતા રહ્યા આ ધરા પર તારવા કાજે તારા બાળને,
અવતાર પર અવતાર તેં તો ધર્યા,
જીવન જીવવું કેવી રીતે, કમળ બનીને ખીલવું કેવી રીતે,
એ શીખવાડવા, ધરીને અવતાર આવતા રહ્યા આ ધરા પર,
સહન કરીને દુઃખદર્દના માર, સમજાવવાને પ્યાર, ધરી...
ક્યારેક શૂળીએ ચડીને તો, ક્યારેક રાજપાઠ ત્યજી વનમાં ભટકીને,
જીવનના મધ્યાહનમાં યુદ્ધના મેદાનમાં, વહાવ્યા જ્ઞાનના પ્રવાહ,
કરવાને જગત કલ્યાણ, પીધા છે તેં તો વિષ લગાતાર,
તારા અંશને પરિપૂર્ણ કરવા પ્રભુ, હજારો ઘા ઝીલ્યા છે
કરુણા ને દયાના સંદેશાથી, જગતને તેં તો કંપાવ્યું છે .. ધરીને ..
આવ્યા ક્યારે પૂર્ણ પુરુષોત્તમ થઈને, ક્યારે આવ્યા અંશ અવતાર ધરીને