View Hymn (Bhajan)
Hymn No. 4455 | Date: 29-Jan-20152015-01-292015-01-29પ્રભુ ના દેતા ઢીલ જરા પણ તમે, એને ભટકતા વાર ના લાગશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-na-deta-dhila-jara-pana-tame-ene-bhatakata-vara-na-lagasheપ્રભુ ના દેતા ઢીલ જરા પણ તમે, એને ભટકતા વાર ના લાગશે
મુશ્કેલીથી ઊઠ્યો છે ઉપર, નીચે પડતા એને વાર ના લાગશે
હટતા ના દૃષ્ટિથી દૂર એક ક્ષણ પણ, નહીં તો એ ભટકવા લાગશે
તમારી કૃપા ને દયાથી આજ કરે તમને યાદ, તમને રે કે એને ...
ક્ષણ એક પણ જો મળી જાશે, એને છટકતા વાર ના લાગશે ...
જન્મોજન્મના સંસ્કાર જલ્દીથી ના છૂટશે રે, એને ભટકતા વાર ના લાગશે
થાય કેટલો બી ઘરડો વાંદરો, ગુલાંટ મારવાનું ના એ ભૂલશે રે, એને ભટકતા ...
ના મટે જ્યાં સુધી અસ્તિત્વ એનું, ત્યાં સુધી ઢીલ ના આપજો રે, એને ભટકતા ....
પહોંચે ના મંઝિલે જ્યાં સુધી, ત્યાં સુધી તાર ખેંચી રાખજો
પામી જાશે જે છે પામવાનું, પછી ના ક્યાં એ ભાગશે રે, પ્રભુ ત્યાં ...
પ્રભુ ના દેતા ઢીલ જરા પણ તમે, એને ભટકતા વાર ના લાગશે